મોરબી: મોરબીના ઈન્દીરાનગરમા તું અહીં કેમ સિગારેટ પીવે છે તેમ કહી એક વ્યક્તિ પર બે મહીલા સહિત ચાર શખ્સોએ ઢીકાપાટુનો મારમારી છરી વડે હુમલો કર્યો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગરમા રહેતા મનીષાબેન હનાભાઈ ચાવડા (ઉ.વ.૨૭)એ આરોપી આનંદભાઈ દિનેશભાઈ ચાવડા, રીષીભાઈ દિનેશભાઈ ચાવડા, કમળાબેન દિનેશભાઈ ચાવડા તથા શીલ્પાબેન આનંદભાઈ ચાવડા રહે. બધા.મોરબી-૨,ઈન્દિરાનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૧૧-૨૦૨૨ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં સાહેદ મનસુખભાઇ ઉપરોકત જગ્યાએ સીગારેટ પીતા હોય તે વખતે આ કામના આરોપી આનંદભાઇ તથા આરોપી મનસુખભાઇએ કેમ તુ અમારી સામે સિગારેટ પીવે છે તેમ કહિ સાહેદ મનસુખને ગાળો દઈ સાહેદે ગાળો આપવાની ના પાડતા આરોપી આનંદભાઈ તથા રીષીભાઈએ ઢીકાપાટુનો માર મારતા ફરીયાદીએ વચ્ચે પડી સાહેદ મનસુખભાઇને છોડાવી ફરીયાદી તથા સાહેદ તેના ઘરે જતા હોય ત્યારે થોડે આગળ રામાપીરના મંદીર પાસે પહોંચતા ચારેય આરોપીઓ ત્યાં આવી આરોપી કમળાબેન તથા આરોપી શીલ્પાબેન ફરીયાદી તથા સાહેદને ગાળો દઈ આરોપી આનંદભાઈ તથા આરોપી રીષીભાઈએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટૂનો મારમારી અને આરોપી રીષીભાઈએ સાહેદ મનસુખને છરીનો ઘા મારવા જતા ફરીયાદીએ તેનો ડાબો હાથ વચ્ચે નાંખતા ડાબા હાથની આંગળીમા ટાંકા આવેલ હોય અને આરોપી આનંદે સાહેદ મનસુખને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મનીષાબેન આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
