મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા કોરોનામહા મારીમાં અવસાન પામેલા દિવંગત આત્માના મોક્ષર્થે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે
જેનું પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ આમંત્રણ આપવામાં આવ્યું હતુ જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે. કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે કોરોના મહામારીમાં અવસાન પામેલા દિવંગત આત્માના મોક્ષર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે આ સંકલ્પના અનુસંધાનમાં પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી સનાળા પટેલ સમાજની વાળી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને આ કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે
મોરબી મહાનગરપાલિકાની દ્વારા MMC@1 અન્વયે સનાળા રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા યુવા માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
MMC@1 મોરબી મહાનગરપાલિકા બન્યું તેનું ઉજવણી સપ્તાહ અંતિમ ચરણમાં છે જેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં ભારે વાહનો દારૂનો નશો કરીને બેફામ ચલાવતા હોય છે આ બાબતે અનેક વખત ધ્યાન દોરવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી ત્યારે બેફામ બની રહેલ ટ્રક ચાલકોએ માજા મુકતા મોરબીના ગીડચ ગામે પાણીના ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવકના મોત નિપજ્યા હતા...