મોરબીમાં મેઘરાજા મહેરબાન, 24 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને આ આગાહી મુજબ મોરબી શહેર પર મેઘરાજાની અનરાધાર બેટિંગ જોવા મળી હતી.મોરબી શહેરમાં મંગળવારના રોજ દિવસ દરમિયાન છૂટક ઝાપટા પડ્યા બાદ રાત્રીના જાણે એક રસ થઈ ગયો હતો અને મંગળવારે સવારે 6 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 140 મીમી વરસાદ વરસી ગયો હતો. ટંકારામાં 14મીમી, હળવદમા 26 મીમી, જ્યારે વાંકાનેર અને માળિયા માં 8-8મીમી વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં આજે બુધવારે સવારે પણ મેઘરાજાની સવારી યથાવત જોવા મળી છે. હવામાન વિભાગે મોરબી જિલ્લામાં આગામી 24 કલાક દરમીયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.