મોરબીના બાળ સંરક્ષણ ગૃહમાં લાડકોડમાં ઉછેરીને મોટી થયેલી બાળાના લગ્ન લેવાયા
મોરબીના શોભેશ્વર રોડ ખાતે સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં આજથી સત્તર વર્ષ પૂર્વે ત્રણ વર્ષની બાળા દિપાલીનું આગમન થયું હતું,લજાઈ ગામ ખાતેથી મળી આવેલી આ બાળાને વિકાસ વિદ્યાલયમાં આશરો આપવામાં આવ્યો હતો,આ સંસ્થામાં દિપાલીનું લાલન પાલન અને પોષણ થયું,ભણતર,ઘડતર અને ગણતર થયું,આ બાળાએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો અને ઉંમર લાયક થતા એમના સગપણ વિવાહ માટેના માગા આવતા સંસ્થા માટે કાર્યરત,સી.ડબલ્યુ. સી.તેમજ સમાજ સુરક્ષા, ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્ટ યુનિટ દ્વારા બધી જ રીતે તપાસી ચકાસી મહેન્દ્રનગરના નિવાસી વિજયાબેન તથા રમેશભાઈ વિઠ્ઠલભાઈ કાલરીયાના એન્જિનિયર પુત્ર ધવલની પસંદગી કરવામાં આવી હતી બે મહિના પહેલા ધવલ અને દિપાલીનું વેવિશાળ કરવામાં આવ્યું અને આજ રોજ ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના આશીર્વાદ સાથે શાસ્ત્રોકત વિધિથી લગ્નવિધિ સંપન કરવામાં આવ્યો,સાજન માજન સાથે આવેલ જાણની બેન્ડ વાજાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,લગ્ન પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ આપવા રાઘવજીભાઈ ગડારા પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપ-મોરબી રાજુભાઈ વરમોરા કલબ-૩૬ રાજેશભાઈ બદ્રકીયા,બિપિનભાઈ વ્યાસ, ઈલાબેન કાવર,દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લો તેમજ અનેક દાતાઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.ભરતભાઈ નિમાવત,મેનેજર,નિરાલીબેન જાવીયા અધિક્ષક,ફરઝાનાબેન ખુરેશી એકાઉન્ટ ઓફિસર કમ સ્ટોર કિપર,ચારુલબેન નિમાવત કાઉન્સેલર દમયંતીબેન નિમાવત વગેરેએ લગ્નના ભવ્ય અને દિવ્ય આયોજન અને અમલ માટે ખુબજ જહેમત ઉઠાવી હતી.
મોરબીના મકનસર ગામે કોઈ કારણસર દવા પી જતા સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ફાલેર (ઉ.વ.૫૦) એ કોઈ કારણસર પોતાના ઘરે દવા પી જતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ ખાતે ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર...
મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૦૭ માં આરોપીની ખુલ્લી ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો કિં રૂ. ૨૪૦૦૦ નો મુદામાલ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ...