મોરબી: મોરબીમાં અસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય રૂપે વિજયા દશમીના પાવન પર્વે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા સબ જેલ ચોક શિવાજી સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં દશેરાના પવન અવસર પર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની શ્રી યદુનંદન ગ્રુપ ના કાર્યકર્તા અધિકારી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
