મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રૂ.7,13,500ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલસી.બી.
મોરબી: પોલીસ અધિક્ષક મોરબીનાએ મોરબી જિલ્લામાં ચાલતી જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન તથા સુચના મુજબ એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન સંયુકતમાં ખાનગીરાહે બાતમીના આધારે સુજીતભાઇ છગનભાઇ દેત્રોજા પટેલ રહે.મોરબી રવાપર લીલાપર કેનાલ રોડ વિજયનગર ગજાનંદ પાર્ક તુલસી હાઇટ્સ ૩૦૨ ના રહેણાંક મકાનમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા સાત ઇસમો સુજીતભાઇ છગનભાઇ પટેલ (રહે મોરબી રવાપર રોડ) હસમુખભાઇ મોહનભાઇ પટેલ ( રહે.નવાગામ તા.જી.મોરબી), ગોરધનભાઇ મોહનભાઇ પટેલ (રહે.મેટોડા ગામ તા.પડધરી જી.રાજકોટ), કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ (રહે.મેટોડા ગામ તા.પડધરી જી.રાજકોટ), શાંતીલાલ દામજીભાઇ પટેલ ( રહે. ગામ તા.પડધરી જી.રાજકોટ), જીતેશભાઇ બાલુભાઇ પટેલ (રહે.મોરબી-૨ શ્રીમદ સોસાયટી), જયેશભાઇ પરસોતમભાઇ પટેલ (રહે, મોરબી-૨ ઉમા ટાઉનશીપ) ને તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ.૭,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.