મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 59 બોટલો અને 12 ટીન બિયર જપ્ત, આરોપી ફરાર
મોરબી: મોરબી રવાપર ઘુનડા રોડ ન્યુ એરા સ્કુલ પાછળ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૯ બોટલો સાથે ૧૨ નંગ બીયરના ટીન જપ્ત કર્યો છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર ઘુનડા રોડ ન્યુ એરા સ્કુલ પાછળ આરોપી હાર્દીકભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.વ.૨૭ રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ ગરબીચોક પાસે ભાડાના મકાનમા)તથા શોયબભાઇ આમદભાઇ શાહમદાર (ઉ.વ.૨૧ રહે.મોરબી વીશીપરા જુના હાઉસીગ બોર્ડ) જેમાં આરોપી હાર્દિકભાઈના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૯ કિં.રૂ. ૬૬૮૫૦ તથા બિયર ટીન નંગ-૧૨ કિં.રૂ. ૧૨૦૦ ગણી કુલ રૂ ૬૮૦૫૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવિઝન પોલીસે જપ્ત કરેલ છે. જ્યારે સ્થળ પરથી આરોપી નાશી છુટતા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.