મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબીની નાની બજાર વિશ્વકર્મા મંદિર રોડ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા તેને પકડી પાડવા તપાસ હાથ છે.
મળતી માહિતી મુજબ મોરબીની નાની બજાર વિશ્વકર્મા મંદિર રોડ નજીક આરોપી યોગરાજ સિંહ ખોડુભા વાઘેલાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩ કિં રૂ. ૧૫,૦૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જપ્ત કરેલ છે જ્યારે આરોપી યોગરાજ સિંહ ખોડુભા વાઘેલા રહે. નાની બજાર વિશ્વકર્મા મંદિર રોડ તા. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.