આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલે કરેલ હતું.સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળનો અહેવાલ આપતા લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું હતું કે, આ મંડળ પંચાવન વર્ષથી કાર્યરત છે આ મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને રૂપિયા 60,000 ની આસપાસ નો થાય છે, અત્યારે 125 કુટુંબો ને આ મંડળ સહાય કરે છેઃ. આ મંડળને વર્ષે 850 મણ અનાજ ,150 મણ ચોખા, 75 મણ મગ ,75 મણ ગોળ, તેમજ હોળી, સાતમ, દશેરા, દિવાળી વગેરે તહેવારો વખતે દાતાઓ પાસેથી કીટ બનાવીને પણ આપવામાં આવે છે.
આ ખર્ચને પહોંચી વળવા આજે મંડળની 31 લાખ જેવી એફડી છે. તેમજ દર માસે -દર વર્ષે ફાળો આપતા દાતાઓ ,અનાજના રૂપમાં ફાળો આપતા દાતાઓ ,દરેક ધાર્મિક તહેવારોએ કીટ નો ફાળો આપતા દાતાઓનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વર્ષ 2021- 22 ના દાતાઓનું ફૂલહાર ,સાલ અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
આ પ્રસંગે દેવજીભાઈ ચાવડાએ અન્નદાનના મહત્વ વિશે, હસમુખ ચાવડાએ દાતાઓને પ્રોત્સાહિત કર્યા, મનજીભાઈ કંઝારીયાએ દાતાઓને આવા કામમાં આગળ આવવા વિનંતી કરી, તો દાતાઓના પ્રતિનિધિ ધર્મેશભાઈ ડાભીએ આ પ્રવૃત્તિ કાયમી ચલાવવા માટે એફડી માં વધારો કરવાનો અનુરોધ કર્યો સાથે સાથે ટ્રસ્ટી કાનજીભાઈ ચાવડાએ ડાયાબિટીસ મટાડવાનો આયુર્વેદિક ઉપચારની વાત કરી, આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળોના રોજમેળ લખી અને ઓડિટ કરાવતા લાલજીભાઈ જાદવનું અને ગણેશ સ્ટુડિયો- કાંતિભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું કે, સમાજમાં જ્ઞાતિના અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે આવકાર્ય છે.તે સમાજના ઉત્કર્ષ માટે કરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવેલ સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળનો દાતાઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે યોજાતા કાર્યક્રમમાં સર્વે દાતાઓ ,જ્ઞાતિના આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા, તેમને અભિનંદન પાઠવ્યા હતા
આ પ્રસંગે મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર ,મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર , સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ ,મંત્રી પ્રવીણભાઈ પરમાર , ટ્રસ્ટીઓ રમણીકભાઈ પરમાર ,પ્રભુભાઈ નકુમ ,હરિભાઈ કંઝારિયા, મણીભાઈ પરમાર ,લક્ષ્મણભાઈ પરમાર ,કાનજીભાઈ ચાવડા, મનજીભાઈ ડાભી વગેરે આગેવાનો ઉપસ્થિત રહી, કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિભાઈ કંઝારિયા ,પ્રવીણભાઈ પરમાર , વિજયભાઈ પરમારે કરેલ હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...