Thursday, August 21, 2025

મોરબીમાં ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે 900 દીકરીઓનું હિમોગ્લોબીન ચેક કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ભાજપ દ્વારા સેવા પખવાડિયાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં મહિલા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા મોરબી જીલ્લામાં અલગ અલગ ચાર મથકે કેમ્પ યોજી અંદાજે ૯૦૦ દીકરીઓનું હીમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડીયાનું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત ગત તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ મોરબી જીલ્લા ભાજપ ડોકટર સેલ તથા જીલ્લા મહીલા મોરચા દ્વારા મોરબી જીલ્લામાં અલગ અલગ ૪ સ્થળે હીમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૯૦૦ જેટલી દિકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરાયુ હતું.

જેમાં જીલ્લા ભાજપ ડોકટર સેલના સંયોજક ડો.વિજયભાઈ ગઢીયા તથા તેમની ટીમ તેમજ જીલ્લા મહીલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી તથા તેમની ટીમ સહભાગી થયેલ હતા. તેમજ સમગ્ર કેમ્પને સફળ બનાવવા મેડીકલ સેલના ડો.ચેતન અઘારા તથા મોરબી જીલ્લાના લેબોરેટરી ટેકનિશિયન એસોસિએશનના ટેકિનશિયન મિત્રો દ્વારા કેમ્પ દરમિયાન જરૂરી સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પુરી પાડી હતી. તેમજ ઓછુ હિમોગ્લોબીન હોય તેવી દિકરીઓને દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી. કેમ્પમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર