મોરબી: મોરબીના પંચાસર રોડ પર રેહતા યુવાને તેની પત્ની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તે પોતાના માતાપિતા ને ઘેરજવા નથી દેતી તથા તેને પોતાના ઘેરે આવવા ન દતી હોવાથી યુવકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ આજકાલ યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિના જોર વધતુ જઈ રહ્યુ છે જેમાં લોકો પોતાના ઘરપરીવાર સાથે રેહવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે મોરબીમાં એક યુવાને પોતાના માતાપિતા ને ઘેરજવા આવવા ન દેતી હોવાથી પોતાની જ પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મોરબીમાં પંચાસર રોડ ભાભા એકસ્પોર્ટ હાઉસ પાછળ નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૩/બી માં રહેતા જનકભાઇ છગનભાઇ મારવાણીયા ( ઉ.વ.૩૭) એ આરોપી પોતાની પત્ની મનીષબેન જનકભાઇ મારવાણીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે જનકભાઈના બા-બાપુજી તથા તેના ભાઇઓને જનકભાઈના ૫ત્ની આરોપી મનિષાબેન તેઓના ઘરે આવવા તથા તેઓના ઘરે જવા દેતા ન હોય અને ફરીયાદીના નાનાભાઇ નવીનભાઇ ને બે દિવસ પહેલા મોટરસાયકલ આપેલ હોય જે અંગે આરોપીએ મને પુછયા વગર કેમ મોટરસાયકલ આપેલ તેમ કહી ગાળો આપી ફરીયાદીને પ્લાસટીકની લાકડી વડે માથાના ભાગે તથા જમણા હાથમાં કોણીં પાસે ઇજા કરી હતી. જેથી જનકભાઈએ પોતાની પત્નીથી કંટાળી તેમની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...
મોરબીમાં CD ઉતરી બ્લેક મેઇલિંગ અને હની ટ્રેપની વાતો ધારાસભ્ય થી લઈને મોરબીના લોકો અનેક વાર કરી ચૂક્યા છે CD ઉતરી કરોડો રૂપિયા પડાવી લીધા હોય તેવા કિસ્સા મોરબીમાં ચર્ચાતા રહ્યા છે.
ત્યારે મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી ૫૩ લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તથા...