મોરબી: મોરબી વાવડી ચોકડી મહાદેવ મંદીર પાસે રોડ પર યુવક ઉપર બે શખ્સોએ કુહાડી વડે હુમલો કરી મુંઢ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી ગાયત્રીનગરમા રહેતા સંજયભાઈ માણસુરભાઈ ગજીયા (ઉ.વ.૨૭) એ આરોપી જીલુભાઈ નાથાભાઈ વાંક (રહે.કન્યા છાત્રાલય રોડ કેનાલ વાળી પહેલી શેરી તા.મોરબી ) તથા સંજયભાઈ રાજાભાઈ ડાંગર (રહે.તારાણા ગામ તા.જોડીયા જી.જામનગર) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૩૧ -૦૮-૨૦૨૨ના રોજ સવારના આઠક વાગ્યાના અરસામાં ફરીયાદી સંજયભાઈને આરોપી જીલુભાઈએ કુહાડીથી માથામાં એક ઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી સંજયભાઈએ ફરીયાદીને શરીરે મુંઢ ઈજા કરી બંન્નેએ ફરીયાદીને ગાળો ભુંડા આપી હતી. જેથી સંજયભાઇ ગજીયાએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...