તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે 3જી સપ્ટેમ્બરે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યુ.એન.મહેતા કોલેજ ખાતે યોજાશે
રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો – આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં જોડાવવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા એક માસ રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન સંભવિત આગામી તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ યુ.એન.મહેતા કોલેજ, મોરબી ખાતે કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટે અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.
આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા. ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ સવારના ૯.૦૦ કલાકે યુ.એન.મહેતા કોલેજનું ગ્રાઉન્ડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાના સ્ટાફને ફાયર પ્રિવેન્શનને લગતી ટ્રેઈનીંગ અને ફાયર એક્સટીંગયુશર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ. જેમાં આગ લાગવા કે કોઈ આકસ્મિક આપદા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ ફાયર એક્સટીંગયુશરનો ઉપયોગ કેવી રીતે કરવું તેની જાણકારી...