Thursday, May 15, 2025

વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ ઘડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભ્રષ્ટાચારના આરોપીઓ હેમખેમ રીતે પાછા ફરજ પર હાજર

મોરબીના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં વર્ષ:- ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી થયેલા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઓડિટ દરમ્યાન બહાર આવ્યો એના આધારે જિલ્લાકક્ષાએ તપાસ કમિટી નીમવામાં આવી તપાસ કમિટીએ બેંકમાંથી શકમંદો સ્ટેટમેન્ટ મંગાવ્યા સ્ટેટમેન્ટમાં લાખો રૂપિયાના બેનામી વ્યવહારો નીકળ્યા,એના આધારે તમામ શાળાઓમાંથી રોજમેળ,પાસબુક બિલ,વાઉચર વગેરે ચેક કરવામાં આવ્યું સતત ત્રણ માસ સુધી તપાસ કમિટીએ તપાસ કરીને આશરે ત્રેપન લાખની રકમનો ભ્રષ્ટાચાર શોધી કાઢ્યો એના આધારે ગત ત્રીજી જૂનના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ માત્ર ત્રણ શિક્ષકોને જ ભ્રષ્ટાચાર માટે જવાબદાર ગણ્યા,બાકી જેમની સહીથી આ બધો ભ્રષ્ટાચાર થયો છે એવા તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ક્લીન ચિટ આપી માત્ર ત્રણ શિક્ષકો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરતા,વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ:- ૪૦૯,૪૬૫,૪૬૭,૪૬૮, ૪૭૧,૧૨૦ બી મુજબની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ, ફોજદારી કેસ નોંધાયા બાદથી આરોપીઓની ધરપકડ પણ ન થઈ અને શિક્ષણ વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની સસ્પેન્શન કે અન્ય સજા કરવામાં આવેલ ન હોય,તમામ ત્રણેય આરોપીઓએ આગોતરા જામીન માટે મોરબી સેસન્સ કોર્ટમાં 20 જૂનના રોજ અરજી દાખલ કરતા સેશન્સ જજ દ્વારા અરજી ના મંજૂર કરવામાં આવતા.આ લોકોએ નામદાર હાઇકોર્ટમાં અરજી દાખલ કરતા તા.27/07/23 ના રોજ આરોપીઓને તા.17.08.23 સુધી ધરપકડ ન કરવાનો ઓરલ ઓર્ડર આપેલ હોય,ત્રેણેય આરોપી તા.31.07.23 ના રોજ હેમખેમ કોઈપણ પ્રકારની સજા વગર ફરજ પર હાજર થયેલ છે.

અહીં પ્રશ્ન એ છે કે શિક્ષકોની સામાન્ય ભૂલ હોય તો એમને કારણ દર્શક નોટિસો આપવામાં આવે,ઈજાફો અટકાવવામાં આવે છે,જ્યારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર અને કરાવનાર વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી,હકીકતમાં તો જેવી એફ.આર.આઈ.દાખલ થાય તરત જ આરોપીઓ ફરજ મોકૂફ કરી દેવા જોઈએ જેથી તપાસ અડચણરૂપ ન બને પરંતુ આ ભ્રષ્ટાચારિઓના માથા પર અધિકારીઓ અને પદાધિકારીઓના ચાર હાથ હોય ગરીબ બાળકોના મળતા લાખો રૂપિયા પોતાના અંગત ખાતામાં જમા કરી મોજમજા કરનારનો આબાદ બચાવ થયો અને તપાસ કમિટી દ્વારા કરવામાં આવેલ તપાસનું પરિણામ શૂન્ય અને બધું દળી દળીને ઢાંકણીમાં ગયું એવો ઘાટ જોવા મળી રહ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર