સ્વ. મહેશભાઈ ઉઘરેજની પુણ્યતિથિએ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનને આપ્યું 14.14 લાખનું અનુદાન
મોરબી : ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે એ મૃત્યુ પછી પણ એના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા( ચંદન હાર્ડવેર)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયેલુ
ત્યારે ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરીઓના અભ્યાસ માટે કાર્ય કરતું સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને 14 લાખ 14 હજારની રકમ અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારજનોએ અર્પણ કરી અને મહેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં આધેડની ટ્રક ઉભી હોય તેના પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરના ઘા મારતાં હોય જેથી આધેડે તેને શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી ટ્રકમાં નુકસાની કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની...
મોરબીના વીસીપરા કુલીનગર -2 મા કોઈ કારણસર યુવકને ચાર શખ્સોએ માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં કુલીનગર-2 માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા મહમદ અમીનભાઈ ગુલમહમદભાઈ કટીયા (ઉ.વ.૩૮) એ આરોપી મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ...