વાંકાનેરમાં જીનપરા જકાતનાકા નજીક બે શખ્સોએ યુવક ઉપર છરી વડે હુમલો કર્યો
મોરબી: વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે રોડની બાજુના સર્વિસ રોડ પર રેલ્વે નાલા નીચે બે શખ્સોએ યુવક ઉપર છરી વડે હુમલો કર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ વાંકાનેરના લક્ષ્મીપરામા રહેતા ઈનાયતભાઈ અયુબભાઈ પીંપરવાડીયા (ઉ.વ.૨૫) એ આરોપી જાકીરભાઈ મહમદભાઈ રાઠોડ તથા નુરમામદ મકવાણા (રહે બંને લક્ષ્મીપરા, વાંકાનેર) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૯-૨૦૨૨ ના રોજ આરોપીઓએ ફરીયાદીનો રીક્ષા વડે પીછો કરી આરોપી જાકીરભાઈએ છરી વતી ઇજા કરી આરોપી નુરમામદએ ધોકાવડે મુંઢમાર મારી ગાળો આપી જાન હથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઈનાયતભાઈ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.