વાંકાનેરમાં નવાપરા દેવીપુજક વાસ નજીક પત્તા ટીચતા ચાર પકડાયા
મોરબી: વાંકાનેરમાં દેવીપુજક વાસ નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં દેવીપુજક વાસ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી રાજેશભાઈ પથુભાઇ વીરમગામિયા, રણજિતભાઇ મગનભાઇ સોંલકી, શાંતીલાલ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ ચારોલિયા, તથા પ્રકાશભાઇ ઉર્ફે પ્રકાશ રાજુભાઇ ચારોલિયા રહે બધા વાંકાનેર વાળાને રોકડ રકમ રૂ.૧૨,૩૮૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.