મોરબીના ઇન્દિરાનગર પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના સામાકાંઠા આવેલ ઇન્દિરાનગર નજીક ગાયત્રીનગરમા યુવકના રહેણાંક મકાન પાસેથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર પાસે ગાયત્રીનગરમા રહેતા સાવનભાઈ હિતેશભાઈ માલિકિયા (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરોધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજીસ્ટર નં. GJ-36-AB-4691 જેની કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ પોતાના ઘરની બહાર શેરીમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.