Friday, November 14, 2025

ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ ઓર્ગેનાઈઝેશનની વર્કીંગ કમીટીની મીટીંગમા મોરબી સિરામિક એસો. ના પ્રમુખે હાજરી આપી  

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી. જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૬ દેશ ના ડેલિગેશન ISO-TC/189 ની મીટીંગમાં હાજર રહેલ. આ વર્કિંગ કમીટી ની મીટીંગ ઇન્ડોનેશિયા ના યોગ્યાકર્તા શહેર માં તા.૧૩/૧૪ નવેમ્બરે આયોજીત થયેલ. જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે પાંચ મેમ્બર આ મીટીંગ માં યોગ્યાકર્તા – ઇન્ડોનેશિયા માં હાજર રહ્યા હતા.

જેમાં ડો. અશોક ખુરાના -ચેરમેન બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ – દિલ્હી , આર.ડી.માથુર- BIS કમિટી મેમ્બર ,પોલસન કે. – BIS કમિટી મેમ્બર, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર- BIS કમિટી મેમ્બરે હાજરી આપેલ.

ગત વર્ષે ચાઇના ડેલિગેશન તરફ થી સ્લેબ ટાઇલ્સ માં ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામ નો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબત ની ટેસ્ટ મેથળ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફ થી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધ ને ટેકો આપવા માટે અમેરિકા,ઇટાલિ,બ્રાઝીલ,ઓસ્ટ્રેલિયા અને તર્કી ના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી. ચાઇના સામે ભારત ના આ વિરોધ ની કમિટી ના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી.- અમેરિકા એ નોંધ લઇને ભારત ની તરફેણ માં નિર્ણય આપ્યો હતો અને ચાઇના ની કાવતરા ખોર નીતી ખુલ્લી પડી હતી.

આ વર્ષે ચાઇના દ્રારા સ્લેબ ટાઇલ્સ માટે બીજું સ્ટાન્ડર્ડ ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ લાવવા માટે મરણિયા પ્રયાસો કરેલા. પરંતુ ભારત ના ડેલિગેશન સાથે અન્ય દેશો એ વિરોધ નોંધાવી ચાઇના ની કુટનિતી નો ફિયાસ્કો થયો હતો અને તેનુ છેતરામણી ભર્યુ સ્ટાન્ડર્ડ કેન્સલ થયુ હતુ અને ચાઇના ને વધુ એક લપડાક લાગી હતી.

આ ટેસ્ટ આવવા થી આપણા મોરબી ના જીવીટી બનાવતા એકમો ને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્ટ મુજબ ની ગુણવતા માટે ની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારત માં આ સ્ટાન્ડર્ડ માટે નુ રો મટીરીયલ અવેલેબલ નથી. જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ માં આવે તો આ મુજબ ની ગુણવતા વાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે બીજા દેશ પર રો મટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે. આ સ્ટાન્ડર્ડ પ્રાપ્ત કરવા માટે રો મટિરિયલ ઇમ્પોર્ટ કરવુ પડે અને પડતર ઉંચી આવતા વૈશ્વિક માર્કેટમાં મોરબી ના સિરામિક ઉધોગ ટકી શકે નહી. આ બાબત ચાઇના સારી રીતે જાણતુ હોય પોતાની અનુકૂળતા મુજબ ISO સ્ટાન્ડર્ડ પાસ કરાવી મોરબી સિરામિક ઉદ્યોગ ને આંતરરાષ્ટ્રીય માર્કેટ માંથી ખતમ કરવા માંગે છે. પરંતુ આ તકે ચાઇના ની મેલી મુરાદ ને સમયે પારખી ને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડ નો વિરોધ કર્યો હતો.

આ રીત ના સ્ટાન્ડર્ડ ભવિષ્ય માં અમલ ના થાય તેના માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- દિલ્હી હર હમંશા સતર્ક રહે છે અને મોરબી સિરામિક ઉધોગ ને જરુર માર્ગદર્શન આપે છે. દર વર્ષ યોજાતી ISO ની મીટીંગ માં ભારત સરકાર – BIS – દિલ્હી જરુરી માહીતી મોરબી સિરામિક ઉધોગ ને આપી ચાઇના થી સચેત રહેવા જરુરી માર્ગદર્શન પુરુ પાડે છે અને સહયોગ આપી મોરબી સિરામિક એસોસિએશન સાથે મીટીંગ આયોજીત કરી ઉદ્યોગને પ્રોત્સાહન આપી બળ પુરુ પાડે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર