Wednesday, October 15, 2025

છરી સાથે ફોટો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર બે ઈસમોને હળવદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ વિસ્તારમાં જાહેરમાં છરી સાથે ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર બે ઈસમોને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરી સાથે ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર ઈસમોની ઓળખ મેળવી આરોપી રવી મુનાભાઈ કાજીયા રહે,ગામ દિઘડીયા ગામ તા હળવદ જી મોરબી તથા રવી ઘનશ્યામભાઇ દેકાવાડીયા રહે ગામ દેવપુર (સુખપર) તા.હળવદ વાળા ને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી હળવદ પોલીસ દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે આજના ડિજીટલ ટેકનોલોજીના યુગમાં સોશ્યલ મીડીયા પ્લેટ ફોર્મ જેવા કે ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટાગ્રામ કે ટવીટર વિગેરેમાં સામાજીક અશાતી ફેલાય કે કોઇ ગુનાહીત કૃત્ય બને તેવા કોઇ વિડીયો કે ફોટો અપલોડ ન કરવા પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર