વરસાદ ખેચાતા ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરવામાં આવી
ખેડૂતો નાં મોલ સુકાઈ રહ્યા છે. ત્યારે હયાત કેનાલો દ્વારા ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે તાતાક્લીક પાણી આપવા બાબતતે રજૂઆત કરવામાં આવી
ચાલુ સાલે સારી વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો એ ચોમાસું પાક માટે વાવેતર કરેલ છે. તેઓના પાક પણ ખુબજ સારા છે ચિંતા નો વિષય તે છે કે અત્યારે વરસાદ ની ખાસ તાતી જરૂરિયાત છે. પરંતુ ઉપરવાળો રીજતો નથી. અને વરસાદ ખેચાયેલ છે. આવા સંજોગો માં જો હાલમાં તાત્કાલિક પાકને પાણી નાં મળે તો ખેડૂતો એ કરેલ ખર્ચ અને મહેનત છતાં પાક સુકાઈ રહ્યો છે. શાસ્ત્રોમાં ભગવાન પછી રાજા ને ભાગવાન નો અંશ માનવામાં આવે છે, થી લોકોની અપેક્ષ હોય કે આપ જયારે ગુજરાત નાં મુખ્ય મંત્રી છો ત્યારે તેઓને અપેક્ષા છે કે તેઓની જરૂરિયાત અને પાકો બચે તે માટે મોરબી જીલ્લા માં આવેલા ડેમ જેવા કે મચ્છુ -૧, મચ્છુ -૨, મચ્છુ -૩, ડેમી-૧, ડેમી-૨, ડેમી-૩, ધોડાધ્રોઈ, ભ્રામણી -૧,૨, તેમજ અન્ય ડેમો તેમજ નર્મદા યોજના ની ત્રણ બ્રાંચ કેનાલો, માળિયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ દ્વારા. મોરબી વિસ્તારનાં ખેડૂતો ને પોતાનો પાક બચાવવા ખરીફ પાક માટે સિંચાઈ નું પાણી તાત્કાલિકનાં ધોરણે આપવામાં આવે.
જો આ નિર્ણય મોડો લેવામાં આવશે તો પછી પાક બચશે નહી. ખેડૂતોને તે પાણી નો કોઈ ફાયદો નહી થાય. અને પાણી પણ બગડશે, તો તાતાલીક દિવસ ચાર માં નિર્ણય લઈને સિંચાઈ માટે પાણી આપવા અમારી આપને નમ્ર વિનતી સાથે ની માંગણી છે. તો આ બાબતે યોગ્ય આદેશો તાત્કાલિક કરવા કાન્તિલાલ ડી. બાવરવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી છે