મોરબી: મોરબીના દલવાડી સર્કલ પાસે મચ્છુનગરમા વડાફોનના ટાવર ઓફીસમા આગ લાગી હતી. આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જેનાથી બેટરી બ્લાસ્ટ થતા અટકી હતી. અને જેના લીધે જાન હાની ટળી હતી.
મળતી માહિતી મુજબ રક્ષાબંધનના પર્વપર ઉપર પણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ મોરબી ખડાપગે રહે છે મોરબી ફાયર વિભાગ કંટ્રોલરુમમાં ૧૦૧ પર કોલ મળતાં ટાઈમ ૦૧:૧૧ વાગે દલવાડી સર્કલ પાસે મચ્છુનગરમાં વોડાફોન ટાવર ઓફિસમાં આગ લાગેલ કોઈ પાડોસીએ કોલ કરેલ ત્યાં જઈ ફાયર સ્ટાફ દ્વારા ચેક કરતાં બેટરીમાં આગ લાગેલ ફાયરબિગેડની સુઝબુઝ સાથે ફાયર કંટ્રોલ કરેલ જલ્દી તેમજ ફાયર ટીમના તાત્કાલિક રિસ્પોન્સનાં કારણે બેટરી બ્લાસ્ટ થતાં અટકી હતી અને આજુબાજુમાં રેસીડેન્સી અને ઢોર બાંધેલા હતા તો જાનહાનિ ટળી હતી કોઈ જાનહાનિ થયેલ નહી.
