પ્રમુખ દંપતિને આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ
સતત ૧૫ વર્ષ થી ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વમાં હાજર રહેવાનું આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત સમસ્ત ઘુંટુ ગામમાં ખુશીની લહેર ઉઠી છે.
ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મોરબી માર્કેટીંગ યાર્ડની બીજી ટર્મમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને તાજેતરમાં જ જીલ્લા બેંક દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાદ સહકારી મંડળીમાં ૧૦૦ % કામગીરી દર્શાવ્યા બદલ આગામી તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા પરસોતમભાઈ કૈલા અને તેમના પત્ની શારદાબેન કૈલાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કૈલા દંપતિને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આમંત્રણ મળતાં કૈલા પરિવાર અને ઘુંટુ ગામના ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મોરબીના જુના જાંબુડીયાના રસ્તે સેગ્વે સીરામીક કારખાના ના વળાંક પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને ઠોકર મારતાં બાઈક સવાર આધેડ નીચે પટકાઈ ટ્રકના વ્હીલ નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકાનગરમા રહેતા શિવલાલ...