મોરબી : પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે પાસા હેઠળ ડીટેઈન કરી માળીયા મીયાણા પોલીસે સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે.
પોલીસ અધિક્ષકની સુચનાથી અને મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓની સુચના મુજબ પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ ઇસમ ઇરફાન અલીભાઇ સુમરા ઉવ.૨૬ ધંધો-મજુરી રહે.નાના દહિસરા તા.માળીયા મી. જી.મોરબી વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હોય અને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપતા મજકુર સામવાળા વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા મજકુર સામાવાળાને તા.૨૨/૦૯/૨૦૨૨ ના કલાક- ૨૦/૩૦ વાગે પાસા એક્ટ હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૫ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજે...
મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર ચામુંડા હોટલ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયેલ હોય જેથી આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા...
જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચાર જો! કેમકે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો રસ્તો અપનાવ્યો છે જેમાં ફાઈલ ઓપન કરતા જ તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે આવો જ કિસ્સો મોરબીમાં પણ સામે આવ્યો છે જેમાં મોરબીના ખેડૂતના વોટ્સએપ...