વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે શરૂ કરાયું રસોડું
જય અંબે સેવા ગ્રુપ દરેક આપદાની સ્થિતિમાં માનવસેવા માટે તૈયાર હોય છે અગાઉ પણ મોરબી પર જયારે આફત આવી ત્યારે સંસ્થાએ વિવિધ સેવાકીય કામગીરી કરી છે
તો હાલ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને સ્થળાંતર કરેલ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે તાત્કાલિક ધોરણે રસોડું શરુ કરી દેવામાં આવ્યું છે અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે મોરબીના શનાળા ગામ પાસે આવેલ નાઈટ લાઈફ કાફે સામે ઉત્તમ કેટરર્સ ગોડાઉન ખાતે રસોડું શરુ કરાયું છે
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર ખેડૂત, ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ ઇંગોરાળા રોડ પર આવેલ ખેતરમાં ખેતમજૂર રાખી શ્રમીકની મહિતી MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન નહી પોલીસને માહીતી ન આપી હતી જેથી આરોપી ખેતર માલિક મનસુખભાઇ...