માળીયાના જાજાસર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા
માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાના ઝાડની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાના ઝાડની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો સામાભાઇ વિરાભાઇ કારુ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, નવઘણભાઇ મોહનભાઇ કારુ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, વાઘાભાઇ રણછોડભાઇ કારુ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, ઉકાભાઇ દેવાભાઇ સવસેટા રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, હકુભાઇ ડાયાભાઇ સોમાણી રહે ગામ જુના દેવગઢ તા.માળીયા.મીં, મનસુખભાઇ જીવાભાઇ કારુ રહે ગામ નવા દેવગઢ તા.માળીયા.મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૩૫૨૦ નાં મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.