મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મોરબી સબ રજીસ્ટ્રાર દ્વારા મહાપ્રસાદ યોજાયો
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત સબ રજીસ્ટ્રાર બાપોદરીયા, જાકાસણીયા, ગાયત્રીબેન જોબનપુત્રા, અમરભાઈ જોબનપુત્રા, સી.પી.પોપટ, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), હસુભાઈ ઠક્કર, હીનાબેન સોમાણી, સંગીતાબેન પુજારા, માનસીબેન પુજારા, ફોરમબેન પુજારા, નરેશભાઈ પુજારા, ઓમ સોમાણી, કીશોરભાઈ પોપટ, વસંતભાઈ કોટેચા, મોરબી સબ રજીસ્ટ્રાર કચેરી ના સ્ટાફગણ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ પૂ.જલારામ બાપાની મહાઆરતી કરી, પોતાના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી, લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવારનું અભિવાદન કર્યુ હતુ.