મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.બચીબેન ગોકળભાઈ (હ.નાથાભાઈ તથા ભાવેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૮ દર્દીઓએ લાભ લીધો
અત્યાર સુધી ના ૨૨ કેમ્પ માં કુલ ૭૧૨૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં ભંડારો પણ યોજાયો હતો
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૬-૨૦૨૩ રવિવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૯૮ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૨૦ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
આ પ્રસંગે સાધુ-સંતો માટે ભંડારો યોજવા માં આવ્યો હતો જેમા. રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી બેન, પૂ. રત્નેશ્વરી બેન, નિરંજનદાસજી મહારાજ-મોરબી, ભુષણજી મહારાજ-અયોધ્યાપુરી મંદિર, હંસાગીરી માતાજી-ગીરનારી આશ્રમ, લાભુગીરી બાપુ-સપ્તેશ્વર મહાદેવ, પ્રવિણગીરી બાપુ-સિધ્ધેશ્વર મહાદેવ સહીત ના બહોળી સંખ્યા માં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૨૧ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૬૮૨૫ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૩૦૪૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૯૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૨૦ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.
કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની,ભરતભાઈ મીરાણી, મુકુંદભાઈ મીરાણી, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.
વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
નિરાધાર ગૌ-માતાના લાભાર્થે શ્રી ઉમિયા ગૌસેવા મંડળ તથા નેસડા સમસ્ત ગામ દ્વારા તારીખ ૨૦/૦૯/૨૦૨૫ ને શનીવારના રોજ રાત્રીના ૦૯:૩૦ કલાકે નેસડા (ખા) ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક સતી મદાલશા યાને સ્વર્ગની સુંદરી અને સાથે પેટ પકડીને હસાવતુ કોમીક નભલો - પભલો કૌમીકનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિશેષ કાર્યક્રમ...
મોરબી શહેરમાં આવેલ વજેપર શેરી નં - ૨૩ માં આવેલ સાર્વજનિક પ્લોટમાં આવારાતત્વોએ જે ભુંડ પકડવાનો ધંધો કરે છે તેઓએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી વાડો કરી તેમાં ભૂંડ પુરે છે જેથી આ દબાણ દૂર કરી નવી આંગણવાડી ત્યાં બનાવી આપવા સામાજિક કાર્યકરોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર અને મ્યુનિસિપલ...
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...