મોરબીનાં જાંબુડીયા ગામ નજીક થી 128 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો
મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, શિવ શક્તિ કાંટા પાછળ ઢોર બાંધવાના વાડામાં પ્લાસ્ટિકના કેરબા જમીનમાં દાટી તેમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમી મળેલ કે, મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, શિવશક્તિ કાંટા પાછળ વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ વાળો પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવી ચોરી છુપીથી ઇંગ્લીશ દારૂનું વેંચાણ કરે છે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા મજકૂર ઇસમને કોર્ડન કરી પકડી પાડી મજકૂર ઇસમ જે જગ્યાએ શંકાસ્પદ પ્રવૃતિ કરતો તે જગ્યાએ જોતા જમીનમાં એક પ્લા.નો આશરે ૫૦ લીટર ક્ષમતાવાળો કેરબો દાટેલ હોય અને તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવેલ મળી આવતા વાડામાં જીણવટ ભરી રીતે તપાસ કરતા બીજા કેરબાઓ પણ દાટેલ હાલતના મળી આવતા મળી આવેલ કુલ-૦૭ પ્લા.ના કેરબામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨૮ કિં.રૂ.૪૯,૩૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ ઉ.વ.૩૪, ધંધો-વેપાર, રહે. જાંબુડીયા ગામની સીમ, શિવ શક્તિ કાંટા પાછળ, તા.જી.મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.
