હળવદ જમીન કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો
હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે નાઓ દ્રારા અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુધ્ધ હળવદ તાલુકાના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી પોતાના નામે કરાવી લીધેલ હોવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય જેમાં પોલીસ દ્વારા પકડવાના બાકી રહેલ આરોપીઓ પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી બાકી રહેલ આરોપીઓ સત્વરે પકડી પાડવા તપાસ હાથ ધરતા પોલીસ સ્ટાફ દ્વારા હળવદ જમીન કૌભાંડના ગુનાનો મુખ્ય આરોપી રમેશ બબાભાઇ સાંકરીયા રહે ગામ કોયબા તા.હળવદ જી.મોરબી વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.