Saturday, December 20, 2025

મોરબીમાં આગામી 11 જાન્યુઆરીએ Women Empowerment Mega કેમ્પનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ન્યૂઝ ડેસ્ક કેલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેરમાં મહિલાઓ માટે એક ઐતિહાસિક અને અનોખું આયોજન થવા જઈ રહ્યું છે. મહિલાઓની સુરક્ષા, સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, આર્થિક સ્વાવલંબન અને માનસિક શક્તિને કેન્દ્રમાં રાખીને “Women Empowerment Mega Camp – 2026” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ Kalyan Education & Charitable Trust – Morbi દ્વારા આયોજિત છે અને મોરબીમાં પહેલી વખત આટલી વ્યાપક સ્તરે મહિલાઓ માટે સંપૂર્ણ પ્રેક્ટિકલ આધારિત કેમ્પ યોજાઈ રહ્યો છે.

આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે મોરબી તથા આસપાસની સામાન્ય બહેનોને એવું પ્લેટફોર્મ મળે જ્યાં તેઓ પોતાના જીવનમાં સીધો ઉપયોગ કરી શકે એવી માહિતી, કૌશલ્ય અને આત્મવિશ્વાસ એક જ જગ્યાએ મેળવી શકે.

આ કાર્યક્રમ તારીખ11 જાન્યુઆરી 2026 રવિવાર ના રોજ બપોરના 2:00 થી સાંજે 6:00 સરસ્વતી શિશુ મંદિર, સનાળા રોડ, મોરબી ખાતે યાજાશે

આ કેમ્પ શા માટે ખાસ છે?

આ Women Empowerment Mega Camp કોઈ ભાષણ આધારિત કાર્યક્રમ નથી, પરંતુ સંપૂર્ણ રીતે એક્ટિવિટી અને પ્રેક્ટિકલ શીખણ પર આધારિત છે. અહીં બહેનો માત્ર સાંભળશે નહીં, પરંતુ જાતે કરી શીખશે.

કેમ્પ દરમિયાન મહિલાઓ માટે નીચે મુજબના મુખ્ય વિષયો આવરી લેવામાં આવશે

Self-Defence – Live Practical Training મહિલાઓને રોજિંદા જીવનમાં પોતાની સુરક્ષા માટે ઉપયોગી એવા Self-Defence ના સરળ પરંતુ અસરકારક પ્રેક્ટિકલ ટ્રેનીંગ આપવામાં આવશે.

Health, Safety & Stress Relief મહિલાઓના દૈનિક જીવનમાં આવતા તણાવ, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને માનસિક દબાણમાંથી બહાર આવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.

Digital Safety & Cyber Awareness મોબાઇલ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ફ્રોડ, Fake ID અને ડિજિટલ ક્રાઈમથી કેવી રીતે બચવું તેની સરળ સમજ આપવામાં આવશે.

Home Business & Grih Udyog Guidance ઘરે બેઠા મહિલાઓ કેવી રીતે નાના ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે, આવક વધારી શકે અને આત્મનિર્ભર બની શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

Parenting & Family Guidance બાળકોના ઉછેર, પરિવાર સંભાળ, પેરેન્ટિંગ અને ઘરની જવાબદારી સંભાળવા અંગે ઉપયોગી સૂચનો આપવામાં આવશે.

Fun Activities & Confidence Building આ કેમ્પમાં ભાષણ નહીં પરંતુ Fun Activities, Confidence Games અને ગ્રુપ એક્ટિવિટીઝ દ્વારા બહેનોમાં આત્મવિશ્વાસ વિકસાવવામાં આવશે.

13 પ્રેરણાદાયી બહેનોનું સન્માન મોરબી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં સમાજ માટે ઉત્તમ કાર્ય કરનાર 13 બહેનોનું આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરવામાં આવશે.

વિશેષ આકર્ષણ – Complimentary Gift આ કેમ્પની સૌથી મોટી ખાસિયત એ છે કે, કાર્યક્રમમાં હાજર રહેનારી દરેક બહેનને રાજકોટની પ્રખ્યાત “Kayapalat” સંસ્થા તરફથી, ડૉ. અંજુબેન પાડેલીયા દ્વારા ₹500/- કિંમતનું Complimentary Health & Wellness Gift આપવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ Sponsored by – Kayapalat દ્વારા પ્રાયોજિત છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય અને આત્મસંભાળ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે મહેમાનો અને માર્ગદર્શકો કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા, પેરેન્ટિંગ, સ્વાસ્થ્ય, માનસિક શક્તિ અને જીવનમાં સફળતા અંગે માર્ગદર્શન આપનાર વિશેષ મહેમાનો, પ્રેરણાદાયી વક્તાઓ અને અનુભવી માર્ગદર્શકો હાજર રહેશે, જે બહેનોને પ્રોત્સાહિત કરશે.

રજીસ્ટ્રેશન ફરજિયાત – સીટ મર્યાદિત આ Women Empowerment Mega Camp માટે સીટ મર્યાદિત હોવાથી રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.

Online Registration Link: https://kalyangcg.in/application/women-safety-form

WhatsApp દ્વારા સરળ રજીસ્ટ્રેશન: બહેનો 9998906800 પર “HI” લખીને મોકલે તો ટ્રસ્ટ દ્વારા તેમનું રજીસ્ટ્રેશન જાતે કરી આપવામાં આવશે. કોઈ લિંક ખોલવાની જરૂર નથી.

Official WhatsApp Group (Updates માટે):https://chat.whatsapp.com/EPAGIT3s7rN5IzGp3OcKGV

 આયોજકોની અપીલ

આ Women Empowerment Mega Camp માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ મોરબીની બહેનોના જીવનમાં આત્મવિશ્વાસ, જાગૃતિ અને સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે.

વધુ માહિતી માટે સંપર્ક: 99989 06800

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર