Friday, May 23, 2025

જાન્યુઆરી 2024માં વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડ રમાશે, US- કેનેડા સહિતના દેશોના યુવાનો ભાગ લેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિશ્વઉમિયાધામ મંદિરના નિર્માણ અર્થે દાતાઓએ 7 કરોડનું દાન જાહેર કર્યું

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના સહયોગ અર્થે અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસમાં પરમ પિતા શિવ અને મા ઉમિયાની આરધાન કરવી એ શ્રેષ્ઠતમ પુણ્યની વાત છે ત્યારે પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી શિવપુરાણનું રસપાન કરાયું છે. જેમાં દરરોજ 2500થી વધુ મા ઉમિયાના ભક્તોએ લાભ લીધો હતો. મહત્વનું છે કે શિવમહાપુરાણ કથામાં પાટીદાર સહિત તમામ સમાજના ભક્તોએ લગભગ 7 કરોડથી વધુના દાનની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે શિવમહાપુરાણ કથા નિમિતે અનેક યુવાનોએ વ્યસનમુક્તિના સંકલ્પ લીધા હતા. 

લવજેહાદ અટકાવવા દરેક ઘરમાં ઘરસભા જરૂરી છેઃ આર.પી.પટેલ

વિશ્વઉમિયાધામ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે દિવસેને દિવસે વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ ઘટાડવા માટે દરેક ઘરમાં ઘરસભા થવી જોઈએ. વધુમાં આર.પી.પટેલે યુવાનમાં નવા ઉર્જા અને સંગઠન શક્તિ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની જાહેરાત કરી હતી. તેઓ જણાવે છે કે વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડ ન માત્ર ગુજરાત પણ અમેરિકા, બ્રિટન, આફ્રિકા અને કેનેડા સહિત વિશ્વના અનેક દેશોમાં રમાશે. વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની ઓપનીંગ શેરેમની 5 જાન્યુઆરી 2024ના રોજ યોજાશે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર