જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી દ્રષ્ટિબાધિત પરિવારો સાથે દિવાળીની અનોખી ઊજવણી
જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રવિવારના રોજ સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન, લક્ષ્મીનગર ખાતે દ્રષ્ટિબાધિત લોકો અને તેમના બાળકો સાથે એક અનોખી રીતે દિવાળીની ઊજવણી કરી.
આ પ્રસંગે તેઓએ બાળકો સાથે કેક કાપી, મીઠાઈ વહેંચી તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કર્યું. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભર્યો રહ્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે દીપાવલીનો સાચો અર્થ માત્ર દીવા પ્રગટાવામાં નથી, પરંતુ આનંદ અને પ્રેમથી અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવવામાં છે. આ પહેલ દ્વારા નવોદય વિદ્યાલયના મૂલ્યો સમાજ સેવા અને માનવતાનો સંદેશ ઉજાગર થયો છે. વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પણ આવી સેવાભાવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.