Monday, October 13, 2025

જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોરબીમાં 15 ઓક્ટોબરે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે તારીખ ૧૫ ઓક્ટોબર નાં રોજ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી ખાતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ડાયાબિટીસ તથા બી.પી.નુ નિદાન ડૉ. ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે તથા જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરીવાર તરફથી ૦૩ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.

તેમજ વધારાની સેવાઓ જેવી કે તાવ, શરદી, ઉધરસ ચેક કરી દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે અને જયસુખભાઇ ભાલોડીયા (સૌજન્ય) દ્વારા હાથ, પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીને પોઇન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવશે.

વધું માહિતી માટે ઘર બેઠા સારવાર મેળવવા માટે ‘Jaysukh p. Bhalodiya (Acupressure)’ની you Tube ચેનલ જુવો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર