મોરબીના જેતપર જુના દેવળીયા રોડ પર ઇકો કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી તાલુકાના જેતપર જુના દેવળીયા રોડ પર ઇકો કારે બાઈક ચાલકને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસ મથકમાં આરોપી બાઇક ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ સરડવા (ઉ.વ.૪૮) એ આરોપી ઇકો કાર રજીસ્ટર નંબર જીજે -૩૬-એ.એલ -૧૯૦૯ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના જેતપર જુના દેવળીયા રોડ ઉપર આરોપી ઇકો કાર ચાલકે પોતાની કાર બેફિકરાયથી ચલાવી મન ભરતભાઈ સરડવાના મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર રજીસ્ટર નંબર જીજે-૩૬- એ.ઈ.-૨૫૨૫ વાળાને ઠોકર મારી હડફેટે લેતા યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ આગળ તપાસા ધરી છે.