મોરબી: અગાઉ અજયભાઈ લોરીયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે લંપી વાયરસથી મૃત્યુ પામેલ ગૌવંશ દીઠ એક એક હજાર રૂપિયા આર્થિક સહાય તેમના દ્વારા ચુકવવામાં આવશે
જેના ભાગરૂપે મોરબી બાંધકામ સમિતિના ચેરમેન અને સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા જેતપર ગામે લંપી વાયરસ રોગથી મૃત્યુ પામેલ ૩૧ ગૌવંશ માટે રૂ.૩૧૦૦૦ ની આર્થિક સહાય કરવામાં આવી છે.
