Monday, December 1, 2025

મોરબીના જીકીયારી ગામે ખેતર જવા માટેના ગાડા માર્ગમાં ચાલવા ન દેતા બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના જીકીયારી ગામની સીમમાં વૃદ્ધની જમીન આવેલ હોય જે ખેતરમાં જવા માટેનો ગાડા માર્ગ આરોપીની જમીનમાંથી પસાર થતો હોવા છતાં આરોપીઓ ચાલવા દેતા ન હોય વૃદ્ધે મોરબી મામલતદારમા અરજી કરતા મામલતદાર માર્ગ ખૂલ્લો કરવા હુકમ કરેલ હોવા છતા આરોપીઓ વૃદ્ધને ચાલવા ન દેતા હોવાથી બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા જયંતિભાઈ શંકરભાઇ બાવરવા (ઉ.વ‌.૬૧) એ આરોપી ભુદરભાઈ ત્રિભોવનભાઈ બાવરવા તથા ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા રહે. બંને જીકીયારી ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની જમીન સર્વે નં.૧૦૨ પૈકી ૨ વાળા ખેતરમાં અવર જવર માટેનો ગાડા મારગ આરોપીની જમીન સર્વે નં.૧૦૨ પૈકી ૧ માંથી પસાર થતો હોવા છતાં આરોપીઓ ચાલવા દેતા ન હોઇ જેથી ફરીયાદીએ મામલતદાર મોરબી તાલુકા સમક્ષ મામ.કોર્ટ કેશ નં.૦૬/૨૦૨૧ કેશ કરતા મામલતદાર મોરબી તાલુકા દ્વારા ગઇ તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સાતી, સંચ ,ગાડા વિગેરેની અવર જવર કરી શકે તેટલો મારગ ખુલ્લો કરવા અને રસ્તાની જગ્યામાં કોઇપણ રીતે અવરોધ, અંતરાય કે અટકાયત ઉભી ન કરવા સારૂ કાયમી હુકમ કરેલ હોવા છતા આરોપીઓ ગઇ તા.૧૫/૧૧/૨૦૨૫ થી ફરીયાદીને અવર જવર કરવા દેતા ન હોઇ અને મામલતદાર મોરબી તાલુકાના હુકમનું પાલન ન કરી તેનો ભંગ કરતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર