Saturday, July 27, 2024

મોરબી જિલ્લા પંચાયત ખાતે ૭૫ માં પ્રજાસતાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતના ૭૫માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ના ભાગરૂપે અત્રેની જિલ્લા પંચાયત મોરબી ના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે અંદાજે ૪૫૦ બાળકો તથા જિલ્લા પંચાયત ના કર્મચારી/અધિકારી ગણની હાજરીમાં ધ્વજારોહણ કરવામાં આવેલ.

પ્રજાસત્તાક દિન ની ઉજવણી ના અનુસંધાને વિવિધ કાર્યક્રમો જેવા કે ગરવા ગુજરાતની સાંસ્કૃતિક જાખીના ભાગરૂપે મોરબી જિલ્લાની સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકુલ તેમજ અભિનવ સ્કુલ ના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્ર્સ્તુત કરવામાં આવી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના ૩૯ જેટલા બાળકોને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે જિલ્લાની આરોગ્ય શાખાના કુલ ૫ કર્મચારીનું સન્માન, કુલ ૬ જેટલા દિવ્યાંગ બાળકોને UDID કાર્ડ વિતરણ, HTAT ૩ જેટલા આચાર્યના અજમાયશી સમયગાળો પુર્ણ કર્યાના પ્રમાણપત્ર એનાયત, અને પશુપાલન વિભાગના કર્મચારીનું મોબાઈલ પશુ એમ્બ્યુલન્સ ની સારી કામગિરી અન્વયે સન્માન કરવામાં આવેલ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર