મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.
આ બેઠક અન્વયે રોડ-રસ્તા, પીવાનું પાણી, પાણીના જોડાણ, કેનાલ અને સિંચાઈ સુવિધા, તળાવોમાં પાણી ભરવા જોડાણ ઉભું કરવા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી પગલાઓ લેવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...