વાંકાનેર ગણપતિ ઉત્સવ ગ્રાઉન્ડ વિવાદ મામલે જીતુભાઈ સોમાણી પાંચ દિવસથી ઉપવાસ પર બેઠા છે જેના સમર્થનમાં આજે વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજનજીતુભાઈ સોમાણીને ગ્રાઉન્ડમાં મળે તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.
જેમાં રાઘુનાથજી મંદિરના રેવાદાસ હરિયાણી, ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, રાણીમાં રૂડીમાંના મુકેશ ભગત, આપા જાલાની જગ્યાના મગનીરામજી મહારાજ, વંસુધરાની જગ્યાના ભરતભગત, નગબાવાજીની જગ્યાના,જગદીશગિરી બાપુ, ફળેશ્વર મંદિરના વિકાસ તિવારી સહિત સંતો-મહંતો હાજર રહ્યા હતા.
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...