જોધપર ગામેથી બાઈક ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો
વાહન ચેકીંગ દરમ્યાન ટંકારાના જોધપર ગામેથી મોટર સાયકલ ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન એક ઇસમ મોટર સાયકલ ચલાવી નીકળતા ઇસમને રોકી મોટરસાયકલની આર.સી.બુક આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી પોલીસ દ્વારા પોકેટકોપ/ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં મો.સા. નંબર-GJ-20-BH-3021 તથા એન્જીન ચેસીસ નંબર સર્ચ કરી જોતા મો.સા. ઓનર ઓનર કમલેશભાઇ અભસિંગભાઇ પલાસ રહે. પીપોદરા ગામ તા-ધાનપુર જી-દાહોદ વાળા હોય અને ફરીયાદી વિજયભાઈ અભલાભાઇ ઉર્ફે અભેસિંગ પલાસ રહે. હાલ-જોધપર(ઝાલા) ગામની સીમ પ્રવિણભાઇ પટેલની વાડીમાં તા-ટંકારા જી-મોરબી વાળાએ ઇએફ.આઇ.આર. દાખલ કરાવેલ હોય જે અંગે ખરાઇ ખરાઇ ખાત્રી કરતા જોધપર ઝાલા ગામે વાડી વિસ્તારમાંથી ચોરી થયેલાની ફરીયાદ દાખલ થયેલ હોય અને પકડાયેલ ઇસમ મુકેશભાઇ અભેસીંગ બસુભાઇ સંગાડા (ઉ.વ.૨૫) રહે. હાલ રંગપર વીનોદભાઇ પટેલની વાડીમાં તા.જી. મોરબી મુળ ગામ અગાશવાણી નિશાળ ફળીયું તા.ધાનપુર જી.દાહોદવાળાએ ચોરી કરેલાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.