મોરબી ઔદ્યોગિક નગરીની સાથે સાથે જ્ઞાન અને કૌશલ્યની નગરી પણ છે, એ ઉક્તિને વિશ્વા નામની દિકરીએ સાર્થક કરી છે.
ધોરણ 1થી 5 ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-8 આઠમા અભ્યાસ કરતી શિક્ષક દંપતિની પુત્રી વિશ્વા ભરતભાઈ બોપલિયાએ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને બોપલિયા પરિવાર તથા ઓમનગર (ખારચિયા)ગામ અને મોરબીનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં આ દિકરી UPSC ની પરીક્ષા પાસ કરીને પબ્લીક સેવા કરે એવી સૌ સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવેલ છે
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કારોબારી સભ્ય તરીકે હેતલબેન ટી. મહેશ્વરી (ધારાશાસ્ત્રી અને નોટરી) ની નિમણુંક કરવામાં આવી છે.
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નીમણુંક કરાઈ જેમાં પ્રમુખ તરીકે -...