મોરબી: વાંકાનેર તાલુકાના જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદિર પાસે ચાર રસ્તા નજીક ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુની રાતીદેવરી ગામે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે નનુ હેમરાજભાઇ વોરા (ઉ.વ ૨૪) એ આરોપી જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયા, દીવ્યેશ ઉર્ફે ભોલો જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, મીતુલ જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, યોગેશભાઇ નવીનભાઇ વોરા રહે બધા રાતીદેવરી તા. વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૧૧-૦૯-૨૦૨૨ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદિર પાસે ચાર રસ્તા નજીક ફરીયાદી પાસે આરોપી જેઠાભાઈએ રૂ.૫૦ ઉછીના માંગતા જે ફરીયાદીએ ના પાડતાં આરોપીઓએ કુવાડીનો હાથો તથા લોખંડના પાઈપ તથા (ડાક) તથા છુટા પથ્થરોથી ફરીયાદીને ડાબા હાથે તથા શરીરે મારામારી ફેક્ચર થયેલ છે.તેમજ સાહેદ લાલજીભાઇને જમણા હાથે ફેક્ચર જેવી ઈજા કરી તેમજ સાહેદોને ડાક પથ્થર, પાઈપ, વડે મારામારી કરી સામાન્ય ઈજાઓ કરી હતી. આ બનાવ અંગે નરેન્દ્રભાઇએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...