કચ્છના અંજાર તથા ગાંધીધામમાંથી થયેલી બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 8 બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ
મોરબી: કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી ચોરી થયેલ આઠ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. સ્ટાફને સયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મોટરસાયકલ સાથે હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં ગોલાસણનો રહીશ કરશનભાઇ ભરતભાઇ રાતૈયા આટાફેરા કરે છે જેથી ગોલાસણ ગામે વોચ દરમ્યાન કરશનભાઇ ભરતભાઇ રાતૈયા રહે. ગોલાસણ તા. હળવદ વાળો નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મોટરસાયકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મોટરસાયકલને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા ઈસમને વધુ સઘન પુછપરછ કરતા પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક માસમાં ગાંધીધામ તથા તેની આજુબાબજુના વિસ્તારમાંથી બીજા સાત મોટરસાયકલોની ચોરી કરી પોતે ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં સંતાડેલ હોવાની કબુલાત આપતા તમામ આઠેય મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા આઠ મોટર સાયકલો પૈકી બે મોટરસાયકલ કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુના રજીસ્ટર થયેલ છે આમ ઈસમ તથા તેના સાગરીતોએ અંજાર, ગાંધીધામ આજુબાજુના વિસ્તાર માંથી ચોરી, છળ કપટ કે ઉઠાંતરી કરી મેળવેલ હોવાનું જણાઇ આવતા હાજર મળી આવેલ ઈસમ કરશનભાઇ ભરતભાઇ રાતૈયા રહે. ગોલાસણ તા. હળવદવાળા ને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી. મુજબ હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ મોટર સાયકલ નંગ-૦૮ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ના કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. જ્યારે અન્ય પાંચ શખ્સો અમીત જગદિશભાઇ ઉકેડીયા, કિરણ મનુભાઇ સુરેલા, દિક્ષિત ઉર્ફે કાનો રાયધનભાઇ સુરેલા રહે. ત્રણેય ગોલાસણ તા. હળવદ, આદર્શ ઉર્ફે આદુ દેવાભાઇ ઉર્ફે ચકુભાઇ ધણોજા રહે. માટેલ તા. વાંકાનેર, વિશાલ ભીમજીભાઇ આતરેસા રહે. મુળ ગાંધીધામ હાલ કાલીકા પ્લોટ, મોરબીવાળાનુ નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
