કાજલ હિન્દુસ્તાનીનાં વિરોધમાં મંગળવારે મોરબી ખાતે પાટીદારોનું મહાસંમેલન યોજાશે
મોરબી: સુરત ખાતે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની વક્તાએ મોરબી પાટીદાર સમાજની દિકરીઓ વિશે ટીપણી કરેલ જેના વિરુદ્ધમાં તા.૦૯-૦૪-૨૦૨૪ ના રોજ મોરબી ખાતે મોરબી જીલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ આક્રોશ વધતો જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા કાજલ હિન્દુસ્તાની નામની મહિલા વક્તાએ સુરત ખાતે એક કાર્યક્રમમાં પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરી ટીપ્પણી કરી હતી ત્યારેબાદ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠતા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મોરબી જીલ્લા કલેકટર તથા તાલુકાના મામલતદાર તેમજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવા અને કાર્યવાહી કરવા રજુઆતો કરી હતી તેમજ સમસ્ત મોરબી જીલ્લા પાટીદાર સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ રેલી યોજી વિરોધ કર્યો હતો. તેમજ આ ઘટના અંગે મોરબી પાટીદાર સમાજ દ્વારા કોર્ટના પણ દરવાજા ખટખટાવવામા આવ્યા છે. ગઈ કાલે મનોજભાઈ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ માનહાનિનો દાવો રજૂ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મોરબી જીલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તારીખ ૦૯-૦૪-૨૦૨૪ ને મંગળવારના રોજ બાપા સીતારામ ચોક ખાતે સાંજના ૮:૦૦ કલાક મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.