ક્યુ.ડી.સી. કક્ષા કલા ઉત્સવમાં મોડલ સ્કૂલ-મોટી બરારના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી દ્વારા “વિકસિત ગુજરાત @2047” થીમ અંતર્ગત શ્રી સાર્વજનિક હાઇસ્કુલ ખાખરેચી ખાતે ક્યુ.ડી.સી. કક્ષાએ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોડેલ સ્કૂલ મોટી બરારના વિદ્યાર્થીઓ વિભિન્ન સ્પર્ધા જેમકે ચિત્ર સ્પર્ધા,બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં સહભાગી બન્યા હતા.
જેમાંથી ક્યુ.ડી.સી. કક્ષા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંગીત ગાયન સ્પર્ધામાં વાઘેલા અંકિતાબેન પ્રથમ ક્રમાંક,ચિત્ર સ્પર્ધામાં ચાવડા ઉદયભાઇ દ્વિતીય ક્રમાંક,બાળ કવિ સ્પર્ધામાં ડાંગર ભક્તિબેન દ્વિતીય ક્રમાંક તેમજ સંગીત વાદન સ્પર્ધામાં ગમારા જયાબેન દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.તેમજ માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં સવસેટા રિયાબેન દ્વિતીય ક્રમાંક,બાળ કવિ સ્પર્ધામાં મોવર સલમાબેન દ્વિતીય ક્રમાંક,સંગીત ગાયન સ્પર્ધામાં ડાંગર મહેકબેન તૃતીય ક્રમાંક તેમજ સંગીત વાદન સ્પર્ધામાં ડાંગર રામભાઈ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.આ તકે શાળાના આચાર્ય બી. એન.વિડાજા દ્વારા માર્ગદર્શિત શિક્ષકો તેમજ વિજેતા વિદ્યાર્થીઓને સમગ્ર શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરાયા હતા.