કાંતિભાઈ અમૃતિયની ઓડિયો ક્લિપ વાયરલ કરવા બાબતે થયેલ મારામારીમાં અંતે ફરિયાદ નોંધાય
મોરબી: થોડા દિવસ પહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની વાતચીતની ઓડીયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય જે ઓડીયો કલીપ વાયરલ કરવા અંગે પોતાનું નામ જાહેર નહીં કરવા બાબતે યુવકને શખ્સે રૂબરૂ બોલાવી એક શખ્સ તથા તેની સાથેના અજાણ્યા સાતથી આઠ માણસોએ આવી યુવકને લોખંડના પાઇપ અને ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સીમા હરીદર્શન એપાર્ટમેન્ટ ફ્લેટમાં રહેતા પ્રજ્ઞેશભાઈ ઉર્ફે રઘો રમેશભાઈ ગોઠી (ઉ.વ.૩૨) એ આરોપી મોરબી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના પુત્ર અમીતભાઈ દેવાભાઈ અવાડીયા રહે. ભગતીનગર સર્કલ મોરબી બાયપાસ મોરબીવાળા તથા અજાણ્યા સાતથી આઠ માણસો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૭-૨૦૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યાનાં અરસામાં ફરીયાદી તથા ધારાસભ્ય કાંતીલાલભાઇ અમૃતીયાની વાતચીતની ઓડીયો ક્લીપ સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હોય જે ઓડીયો ક્લીપ વાયરલ કરવા અંગે પોતાનુ નામ જાહેર નહીં કરવા બાબતે રૂબરૂમાં ધમકી આપી બનાવ વાળી જગ્યાએ બોલાવી આરોપી તથા તેની સાથેના અજાણ્યા ઇસમો એક સંપ થઇ એક કાળા કલરની થાર તથા કાળા કલરની વરના નંબર પ્લેટ વગરની તથા બે એકટીવા મોટરસાયકલમાં આવી હાથમાં ધોકા તથા લોખંડના પાઇપ ધારણ કરી ફરીયાદીને ધોકા તથા લોખંડના પાઇપ વડે મુંઢ માર મારી ઇજા પહોંચાડી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રજ્ઞેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
