મોરબી વાસીઓનો સો મણ નો સવાલ: કાંતિભાઈ તમે જાગેલા છો તો વર્ષો જૂની સમસ્યાઓ એની એ જ કેમ છે ?
મોરબી: હમણાં થોડા દિવસો પહેલા મોરબીની દુસ્વાર પરિસ્થિતિને લઈને મોરબીની સહનશીલ પ્રજા દ્વારા”જાગો કાનાભાઈ જાગો” નામે સોશિયલ મીડિયામાં આક્રોશ સાથે એક કેમ્પેઇન ચાલી રહ્યું હતુ જેની સીધી અસર કાંતિભાઈ અમૃતિયાને થઈ હોય તેવું લાગે છે કેમ કે તેમણે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેના દ્વારા થયેલ કામો વર્ણવી પોતે જાગતા હોવાની સ્પષ્ટતા કરી છે તેમ જ તેમને બદનામ કરવાના પ્રયાસો ગણાવ્યા હતા પરંતુ કાંતિભાઈ ને વર્ષોથી ચાલી આવતી સમસ્યા કેમ ધ્યાને નથી આવતી તેવા અણીયારો સવાલો આમ જનતા ઉઠાવી રહી છે
મુખ્ય રસ્તાઓ તૂટેલા, ઢોરોનો અસહ્ય ત્રાસ ,રોડ પર ગટરના ગંધાતા પાણી, ટ્રાફિક જામની સમસ્યાઓ, કાદવ કીચડ ઉકરડાઓના ખડકાયેલા ગંજ, આ સમસ્યા નવી નથી વર્ષોથી જેમની તેમ ચાલી આવે છે ખરેખર કાંતિભાઈએ આ સમસ્યા બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ
પાલીકાની તમામ 52 સીટો ભાજપને આજ મોરબીની પ્રજાએ આપી તે સારી લાગી પણ આ જ પ્રજા સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવે છે ત્યારે અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે જેવા શબ્દોનો ધારાસભ્ય પ્રયોગ કરે છે એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર હાલ સમસ્યાઓના ગઢમાં ફેરવાયેલું છે થોડાક વરસાદમાં પાણીનો ભરાવો રોડ રસ્તાઓનુ ધોવાણ થઇ જવુ કાદવ કીચડ થી લથબથ વિસ્તારો તમામ મુખ્ય રસ્તા ઉપર રખડતા ઢોરોનો ત્રાસ મુખ્ય વિસ્તારોમાં ઉકરડાના ગંજ સહિતના પ્રશ્નો એ સામાન્ય બન્યા છે
છેલ્લા કેટલાક વર્ષોમાં આવા મૂળભૂત પ્રશ્નો જાણે જેમના તેમ હોય છતાં પણ સામાન્ય અને સહનશીલ પ્રજા આવું બધું પચાવી ગઈ છે આટલા વર્ષોમાં આવી સમસ્યાઓનું કાયમી નિરાકરણ હજુ સુધી નથી આવી શક્યું કે નથી સતાધીશો લાવી શક્યા!! પરંતુ કેટલાક જાગૃત નાગરિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આક્રોશ સાથે “જાગો કાનાભાઈ જાગો”નું કેમ્પેઈન શરૂ કર્યું હતું. જેની સીધી અસર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને થતા તેમણે અનુલક્ષીને પોતાનો જવાબ આપ્યો હતો તેમને થયેલ કામો અને આવનારા સમયમાં કરવાના કામોનો ઉલ્લેખ કર્યો હતો સાથે આ કેમ્પેઇન ચલાવનારા લોકોના પેટમાં તેલ રેડાયું હોય પોતાને બદનામ કરવાના પ્રયાસો ગણાવ્યા હતા
જે વિડીયો બાદ આમ જનતામાં ફરીને સવાલો ઉઠી રહ્યા છે કે કાંતિભાઈ એક વખત પોતાના દિલ પર હાથ રાખી વિચારો કે આ સમસ્યા કેટલા વર્ષો જૂની છે તેનું હજુ સુધી કાયમી નિરાકરણ કેમ નથી આવ્યું. છેલ્લા 30 વર્ષમાં મોટાભાગની ટર્મ ભાજપના જ હાથમાં રહી છે સરકાર પણ ભાજપની જ છે તેમ છતાં મોરબીના આવા ખસતા હાલ કેમ? કોનાં કારણે?
તે 100 મણનો સવાલ છે જેનો જવાબ જનતાને ક્યારે મળશે?
પ્રજા એ ખુદ કાંતિભાઈ ને 60,000 થી વધુ મતો થી જીતાડ્યા છે પાલિકાની તમામ 52 સીટો ભાજપને આ જ પ્રજાએ આપી છે રહી વાત પાલિકાની તિજોરી ખાલી હોવાની વાત જે ધારાસભ્ય કરી રહ્યા છે તમામ સુધારા સભ્યો ભાજપના જ હતા તો આ તિજોરી ખાલી કોણે કરી? અને એ ખાલી કરનાર સુધારા સભ્યો સામે કઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી એવા વેધક સવાલો આમ જનતા પૂછી રહી છે પ્રજાને કોઈની બદનામી કરવામાં રસ નથી તેમને જો મૂળભૂત જરૂરિયાતો આપી દેવામાં આવે તે જ મહત્વનું છે બાકી આ પ્રજા 52 સીટો આપી શકતી હોય કે 60,000 થી વધુ લીડ આપી શકતી હોય તો તે જ પ્રજા કામ ન કરો તો સોશિયલ મીડિયામાં આક્રોશ સાથે “જાગો કાનાભાઈ જાગો “કેમ્પેઇન” ચલાવી શકે છે અને જરૂર પડ્યે જન આંદોલનમા પરિવર્તીત કરી શકે છે તે બાબતને ધારાસભ્ય કાંતિભાઈ એ ધ્યાનમાં રાખવું જોઈએ અને વહેલી તકે સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવું રહ્યું