Friday, March 29, 2024

કરણ મહેરાનો વિવાદ: લોહીથી લથપથવાળા નિશા રાવલના ફોટા સોશિયલ મીડિયા પર શેર થયા, જાણો શું છે આ સમગ્ર મામલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

પ્રખ્યાત ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના કરણ મહેરા અને અભિનેત્રી નિશા રાવલના લગ્નજીવનમાં થયેલ બબાલ ચર્ચામાં જોવા મળી રહી છે આ મામલો હેડલાઇન્સ બની રહ્યો છે. વાસ્તવમાં અભિનેતા કરણ મહેરા પર તેની પત્ની નિશા રાવલે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. કરણની ફરિયાદ બાદ ગોરેગાંવ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. હવે નિશા રાવલ તાજેતરમાં જ પોતાના ઘરની બહાર મીડિયા સમક્ષ આવી હતી. નિશાના કપાળમાં ઈજા થઈ હોય તેવા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

કરણે હાથ ઉઠાવ્યો હતો ?
મીડિયા સાથે વાત કરતાં નિશા રાવલે કહ્યું હતું કે કરણે ઘણી વાર હાથ ઉપાડ્યો છે, જે કરણ માટે ખૂબ જ નાની બાબત છે. નિશાના જણાવ્યા અનુસાર કરણે ઘણી વાર મુક્કો માર્યો છે અને તેનાથી ચહેરા પર નિશાન પણ આવી ગયા છે. જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે તે આટલા લાંબા સમયથી આ બધું શા માટે સહન કરી રહી છે ? ત્યારે નિશાએ ખુલાસો કરતા કહ્યું કે તે કરણને પ્રેમ કરતી હતી. મીડિયા સાથે વાત કરતાં નિશાએ તેની બે તસવીરો બતાવી હતી, જેમાંથી એકમાં તેની આંખ પર નિશાન જોવા મળી રહ્યું હતું અને બીજા ફોટામાં તેના માથામાંથી લોહી વહેતું જોવા મળી રહ્યું હતું. તેણે કહ્યું, “મારા માટે આ બધું સરળ નથી, મારે પણ કેમેરાની સામે જવું પડશે. હું નથી ઇચ્છતી કે મારું બાળક એક દિવસ મોટું થાય અને કહે, મા, તમારે તમારા માટે સ્ટેન્ડ લેવો જોઈતો હતો. હું તેની સામે ખોટું ઉદાહરણ મૂકવા માંગતી નથી”.

તમને જણાવી દઈએ કે કરણે તેમની પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. વાતચીત દરમિયાન કરણે ખુલાસો કર્યો હતો કે જ્યારે બંને વચ્ચેની લડાઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ત્યારે શું થયું હતું. કરણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી સંબંધો બરાબર ચાલી રહ્યો નથી. કરણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે અલગ થવાનું વિચારી રહ્યા હતા પરંતુ આ મામલો પોલીસ સુધી પહોંચશે તેનો કોઈ ખ્યાલ નહોતો. કરણે કહ્યું કે, નિશાનો ભાઈ રોહિત સેઠિયા પણ અમારી વચ્ચે મામલાને પતાવવા આવ્યો હતો. નિશા અને તેના ભાઈએ પ્રાથમિક રકમ મોટી એલીમનીની રકમ માંગી હતી પરંતુ તે એટલી હતું કે હું તેને આપી શકુ તેમ નહોતો. તેમ છતાં, મેં સ્પષ્ટ કર્યું કે હું તેમ કરી શકતો નથી. પછી જ્યારે હું રૂમમાં ગયો ત્યારે નિશા પાછળથી આવી. હું મારી માતા સાથે વાત કરી રહ્યો હતો અને તેણે ગાળો આપવાનું શરૂ કર્યું. મેં જોરથી ચીસો પાડી અને તેણીએ મારા પર થૂંક્યું, પછી મેં તેને ઓરડામાંથી બહાર નીકળવાનું કહ્યું. પછી નિશા મને ધમકાવે છે. અને પછી તે બહાર ગઈ અને જાતે જ દીવાલ પર માથું પછાડ્યું અને મારા પર કેસ કર્યો. આ સમગ્ર મામલા અંગે નિશાના મિત્રોએ તેને ટેકો આપ્યો છે, અને સોશિયલ મીડિયા પર નિશાન લોહીથી લથપથ થયેલા ફોટા પણ શેર થઇ રહયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર