Sunday, September 8, 2024

કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી છે. અનિલ કપૂરના પુત્ર અને બોલિવૂડ અભિનેતા હર્ષવર્ધન કપૂરે સ્પષ્ટ કર્યું છે, કે કેટરિના અને વિકી કૌશલ એક બીજાને ડેટ કરી રહ્યા છે,

Zoom ‘By Invite Only Season 2’ (બાય ઇનવાઇટ ઓનલી સીઝન 2) માં વાતચીત દરમ્યાન હર્ષવર્ધને કહ્યું, ‘કેટરિના અને વિકી કૌશલ સાથે છે, તેના વિશે જે સમાચાર આવી રહયા છે તે સાચા છે. મને લાગે છે કે આ કહ્યા પછી હવે મારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ? કદાચ! ‘ તમને જણાવી દઈએ કે, અફેરના સમાચારોના કારણે ઘણા લાંબા સમયથી વિકી કૌશલ અને કેટરિના કૈફ ચર્ચામાં છે. હાલમાં જ વિકીને કેટરિના કૈફના ઘરે સ્પોટ કરવામાં આવ્યો હતો. વિકીની કારને કેટરીનાના ઘરની બહાર ઘણા કલાકો સુધી પાર્ક થયેલી જોવા મળી હતી. તે પછી જ આ ચર્ચાએ જોર પકડ્યું કે વિકી અને કેટરિના રિલેશનમાં છે.ઘણી વખત બંનેને અનેક જગ્યાએ સાથે જ સ્પોટ કરવામાં આવ્યા છે. હવે ચાહકો રાહ જોઇ રહ્યા છે કે કેટરીના અને વિકી ખુદ ચાહકો સામે તેમના સંબંધોની પુષ્ટિ ક્યારે કરશે.

જો આપણે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ વર્ષ 2020થી જ રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ કોરોના રોગચાળાને કારણે સિનેમા હોલ બંધ થઈ ગયા છે અને ફિલ્મનું રિલીઝ મોકૂફ રાખવામાં આવ્યું છે. જો કે પરિસ્થિતિ થોડી સામાન્ય બની ત્યારે નિર્માતાઓએ 30 એપ્રિલના રોજ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દેશમાં કોવિડની બીજી લહેરને કારણે તેને ફરીથી મોકૂફ રાખવામાં આવી. આ ફિલ્મ સિવાય કેટરિના સલમાન ખાન સાથે ‘ટાઇગર 3’ માં પણ જોવા મળશે. વિકી વિશે વાત કરવામાં આવે તો અભિનેતા ‘ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’, ‘સૈમ બહાદુર’ અને ‘ઉધમ સિંહ’માં જોવા મળશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર